શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
2000 રૂપિયા સસ્તો થયો Xiaomiનો આ ફોન, કિંમતના મામલે આ ફોન સાથે છે સીધી ટક્કર
સ્પેસિફિકશનની વાત કરીએ તો Redmi 8A Dualમાં 6.22 ઇંચની એડી પ્લસ ડિસ્પ્લે લગાવવામાં આવી છે જેનું રિઝોલ્યુંશન 1520x720 પિક્સલ છે.
Xiaomi પોતાના બજેટ સ્માર્ટફોન્સ માટે જાણીતી છે. કંપની અવારનવાર બજેટ રેન્જમાં સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. જો તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો અને બજેટ ઓછું છે તો તમારી પાસે હાલમાં સારી તક છે. શાઓમીએ પોતાના Redmi 8A Dual સ્માર્ટફોનની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે. કંપનીના સત્તાવાર પેજ અનુસાર Redmi 8A Dualની કિંમત 8999 રૂપિયાથી 6999 રૂપિયા કરવામાં આવી છે. આવો જાણીએ આ ફોનના સ્પેસિફિકેશન્સ વિશે.
Redmi 8A Dual સ્પેસિફિકેશન્સ
સ્પેસિફિકશનની વાત કરીએ તો Redmi 8A Dualમાં 6.22 ઇંચની એડી પ્લસ ડિસ્પ્લે લગાવવામાં આવી છે જેનું રિઝોલ્યુંશન 1520x720 પિક્સલ છે. સ્ક્રીનની સેફ્ટી માટે તેના પર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. પરફોર્મન્સ માટે તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 એસઓસી પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં લાગેલ પ્રોસેસર જૂનું છે. પરંતુ આ ફોન લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. પાવર માટે ફોનમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે એક દિવસ આરામ ચાલે છે.
કેમેરો
આ ફોનમાં ફોટોગ્રાફી માટે રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 13 મેગાપિક્લસ અને 2 મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે તેના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલ કેમેરા જોવા મળે છે.
Realme C11 સાથે છે ટક્કર
Redmi 8A Dualની સીધી ટક્કર રિયલમીના C11 સ્માર્ટફોન સાથે છે. રિયલમી C11 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ રિઝોલ્યૂશનવાળું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. સ્માર્ટપોન મીડિયાટેક હીલિયો G35 ચિપસેટની સાથે આવે છે. રિયલમીનો આ સ્માર્ટફોન 2GB રેમ અને 32GB સ્ટોરેજની સાથે 7499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion