Xiaomiના Mi 10T Proની કિંમત ઘટી, જાણો શું છે ફોનની નવી કિંમત.....
કંપનીએ પોતાના પ્રીમિયમ હેન્ડસેટ Mi 10T Proની કિંમત ઘટાડી દીધી છે. કંપનીએ આ ફોનને લગભગ 2000 રૂપિયા સસ્તો કરી દીધો છે, આ પછી હવે 39,999 રૂપિયાની કિંમત વાળા ફોનને 37,999 રૂપિયાની ખરીદી શકાશે.
નવી દિલ્હીઃ શ્યાઓમીની (Xiaomi) નવી સ્માર્ટફોન સીરીઝ Mi 11 (Mi Series) જલ્દી ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. આવામાં કંપનીએ પોતાના પ્રીમિયમ હેન્ડસેટ Mi 10T Proની કિંમત ઘટાડી દીધી છે. કંપનીએ આ ફોનને લગભગ 2000 રૂપિયા સસ્તો કરી દીધો છે, આ પછી હવે 39,999 રૂપિયાની કિંમત વાળા ફોનને 37,999 રૂપિયાની ખરીદી શકાશે. ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન પર આ ફોનને ઓછી કિંમત સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર પણ આ ફોનની ઓછી કિંમતની સાથે જોઇ શકાય છે.
આ છે ઓફર્સ.....
જો તમે Mi 10T Pro સ્માર્ટફોનને HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદો છો તો તમારે 1,500 રૂપિયા સુધીની છુટ મળશે. આ ઉપરાંત 13,500 રૂપિયાનુ એક્સચેન્જ ઓફર પણ મળી રહ્યું છે. સાથે આ ફોનને 1,789 રૂપિયાની નૉ-કૉસ્ટ ઇએમઆઇ ઓપ્શનમાં પણ ઓર્ડર કરી શકો છો. આ ફોન કૉસ્મેટિક બ્લૂ અને લૂનાર સિલ્વર ઓપ્શનમાં અવેલેબલ છે.
Mi 10T Proની સ્પેશિફિકેશન્સ......
Mi 10T Proમાં 6.67 ઇંચની ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,440 પિક્સલ છે. આને કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5થી પ્રૉટેક્ટ કરી દેવામાં આવી છે. આ ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર વાળો છે. ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ MIUI 12 પર કામ કરે છે. રેડમીના આ ફોનમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
108 મેગાપિક્સલનો છે કેમેરો....
Mi 10T Proમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે. આનો સેકન્ડરી કેમેરો 13 મેગાપિક્સલનો છે. સાથે જ ત્રીજે કેમેરો 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
5,000mAhની બેટરી....
Mi 10T Proમાં પાવર માટે 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.1, જીપીએસ/, એનએફસી અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. એમઆઇનો આ ફોન ફિંગરપ્રિન્ટ સેન્સર વાળો છે.