Year ender 2021 : વ્હોટસએપએ આ વર્ષે ભારતમાં લોન્ચ કર્યાં,,આ ટોપ સર્વિસ ફીચર
તમામ ટેક કંપનીઓની જેમ WhatsAppએ પણ ઇયર એન્ડ રિવ્યૂ 2021 રિલીઝ કર્યું છે. WhatsAppએ તમામ ફીચર્સની યાદી જાહેર કરી છે. જેને આ વર્ષે ખાસ કરીને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
WhatsApp Top Features 2021:તમામ ટેક કંપનીઓની જેમ WhatsAppએ પણ ઇયર એન્ડ રિવ્યૂ 2021 રિલીઝ કર્યું છે. WhatsAppએ તમામ ફીચર્સની યાદી જાહેર કરી છે. જેને આ વર્ષે ખાસ કરીને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ભારત WhatsApp માટે દુનિયાનું સૌથી મોટી માર્કેટ છે. વર્ષ 2021માં WhatsAppનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મહામારી રોકવા માટે મોટા સ્તરે કરવામાં આવ્યો છે.
કોવિડ-19 માટે WhatsAppની પહેલ
ભારતમાં વર્ષ 2020ની તુલનામાં 2021માં કોરોના કેર વધુ રહ્યો. આ સ્થિતિમાં લોકો સુધી સુચના પહોંચાડવા માટે 15 રાજ્યોની સરકારે વ્હોટસએપ કોવિડ-19 હેલ્પલાઇનની શરૂઆત કરી. વ્હોટસઅપના માધ્યમથી ભારતમાં રસીનું બુકિંગથી માંડીને સર્ટિફિકેટ પણ ડાઉન લોડ કરવાની સુવિધા અપાઇ.
યુઝર્સ એક્સપરિયન્સ માટે 2021માં લોન્ચ થયા, WhatsAppના ફીચર્સ
2021માં વ્હોટસએપના અનેક ફીચર્સ લોન્ચ થયા. જેમાં ડિફોલ્ટ ડિસઅપેરિંગ મસેજ, મેસેજ લેવલ, કોઇ ખાસ મેસેજની ફરિયાદ કરવી અને બેકઅપ એન્ક્રિપ્શન સામેલ છે. આ સિવાય કંપનીએ ડેસ્કટોપ વીડિયો કોલિંગ, ગ્રૂપ કોલમાં વાઇન્ડ કાર્ડ એન્ટ્રી, મીડિયા વેબ એડિટર, અને સ્ટીકર્સ જેવા અનેક ફીચર લોન્ચ કર્યાં છે.
વ્હોટસએપ પેમેન્ટની સુવિધા તો પહેલાથી જ હતી.જો કે તેમાં વર્ષ 2021માં અનેક નવા અપડેટ આવ્યાં. સૌથી ટોપ ફિચર પેમેન્ટ શોર્ટકટ છે. જે બધા જ યુઝર્સના એપમાં ડિફોલ્ટ રીતે ચેટ બોક્સમાં જોવા મળી રહી છે. કંપની પેમેન્ટ માટે સ્ટીકર્સ અને કેશબેક પણ પણ આપ્યાં છે. હવે વ્હોટસએપે પેમેન્ટ સર્વિસ માટે 40 મિલિયન યૂઝર્સની મંજૂરી મળી ગઇ છે, જે પહેલા 20 મિલિયન હતી.
વ્હોટ્સએપે હાલમાં જ ubr સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી છે, જેના કારણે WhatsApp દ્વારા કેબ બુક કરી શકાય છે. આ માટે ફોનમાં ubr એપ ડાઉન લોડ કરવાની જરૂર નથી રહેતી. ઉબેર ઉપરાંત કંપનીએ ભારત પેટ્રોલિયમ સાથે પણ પાર્ટનરશિપની વાતચીત કરી રહી છે. ગેસ કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. ભારતમાં WhatsApp બિઝનેસ એપના યુઝર્સની સંખ્યા 15 મિલિયનને વટાવી ચૂકી છે.