શોધખોળ કરો

Youtube: તમે તમારા યુટ્યૂબ પર કયો વીડિયો જોયો.... કોઇને પણ નહીં પડે ખબર, બસ કરી દો આ કામ.....

યુટ્યૂબ પર ઇનકૉગ્નિટૉ મૉડમાં જોવામાં આવેલા વીડિયોની હિસ્ટ્રી સેવ નથી થતી, અને આ સિક્રેટ રહેશે. આ ખબરમાં અમે તમને યુટ્યૂબ ઇનકૉગ્નિટૉ મૉડ યૂઝ કરવાની પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. 

Youtube Incognito Mode : જો તમારે બ્રાઉઝર પર કંઇક સિક્રેટ સર્ચ કરવુ છે, જેની હિસ્ટ્રી સેવ ના થઇ શકો તો તમે ઇનકૉગ્નિટૉ મૉડનો ઉપયોગ કરો છો. ઇનકૉગ્નિટૉ મૉડની ખાસ વાત છે કે, આમાં હિસ્ટ્રી સેવ નથી થતી. ગૂગલ ક્રૉમમાં ઇનકૉગ્નિટૉ મૉડમાં સર્ચ કરવાની કેટલીય ખબરો જોઇ હશે, પરંતુ તમને ખબર છે કે, માત્ર બ્રાઉઝર જ નહીં યુટ્યૂબમાં પણ ઇનકૉગ્નિટૉ મૉડનો ઉપયોગ કરી શકો છો. યુટ્યૂબ પર ઇનકૉગ્નિટૉ મૉડમાં જોવામાં આવેલા વીડિયોની હિસ્ટ્રી સેવ નથી થતી, અને આ સિક્રેટ રહેશે. આ ખબરમાં અમે તમને યુટ્યૂબ ઇનકૉગ્નિટૉ મૉડ યૂઝ કરવાની પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ. 

યુટ્યૂબ વીડિયો ઇનકૉગ્નિટૉ મૉડમાં કઇ રીતે જોશો ?
Youtubeમાં Incognito Modeમાં વીડિયો જોવા માટે તમને તમારા ડિવાઇસમાં Incognito Modeને ઓન કરવાનું છે. આવું કરવા માટે નીચે બતાવવામાં આવેલી પ્રૉસેસ ફોલો કરો. 

- ડિવાઇસમાં સૌથી પહેલા યુટ્યૂબ ઓપન કરો.
- ડિવાઇસમાં સૌથી પહેલા યુટ્યૂબ ઓપન કરો.
- આ પછી સૌથી પહેલા યુટ્યૂબ ઓપન કરો.
- આના પછી ટૉપ લેફ્ટ કૉર્નલમાં દેખાઇ રહેલા ત્રણ ડૉટ્સ પર ક્લિક કરો.
- તમારે અહીં Account સેક્શન પર ક્લિક કરવાનું છે. 
- એકાઉન્ટ સેક્શનમાં તમને એક Turn on Incognitoનું ઓપ્શન દેખાશે. 
- ઇનકૉગ્નિટૉ મૉડ ઓન કરવા માટે તમારે આ ટૉગલ ઓન કરી દેવાનું છે.
- જેવું તમે ઇનકૉગ્નિટૉ મૉડ ઓન કરી દેશો, તમે એક અલગ યુટ્યૂબ એપ પર પહોંચી જશો, જે ઇનકૉગ્નિટૉ મૉડમાં હશે.
- આટલું કરતાં જ તમારા ડિવાઇસમાં યુટ્યૂબ પર ઇનકૉગ્નિટૉ મૉડ ખુલી જશે. હવે તમે જે પણ વીડિયો જોશો, તે બિલકુલ સિક્રેટ રહેશે અને તે વીડિયોની સર્ચ હિસ્ટ્રી કોઇને નહીં દેખાય.

ઇનકૉગ્નિટૉ મૉડમાં આ પણ છે ખાસ - 
તમે જોશો કે જ્યારે તમે યુટ્યૂબ પર વીડિયો જુઓ છો, તો તમારા દ્વારા જોવામાં આવેલા વીડિયોથી રિલેટેડ સજેશનમાં શૉ થવા લાગશે. જોકે, ઇનકૉગ્નિટૉ મૉડમાં વીડિયો જોયા બાદ તમને નૉર્મલ યુટ્યૂબ પેજ પર કોઇપણ એવી વીડિયો સજેશન નહીં દેખાય, જેને તમે ઇનકૉગ્નિટૉ મૉડમાં જોઇ છે.

Youtube ની લીડરશીપમાં મોટા ફેરફાર, ભારતીય મૂળના Neal Mohan બન્યા નવા CEO

Neal Mohan New YouTube CEO: ભારતીય-અમેરિકન નીલ મોહન વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTubeના નવા CEO હશે. આ પહેલા યુટ્યુબના સીઈઓ Susan Wojcickiએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય મૂળના નીલ મોહન Susan Wojcickiનું સ્થાન લેશે. નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. તેઓ Susan Wojcickiના લાંબા સમયથી સહયોગી રહ્યા છે.

નીલ મોહન હવે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ સહિત યુએસ સ્થિત વૈશ્વિક દિગ્ગજોના શીર્ષ પર ભારતીય મૂળના સીઈઓની વધતી જતી યાદીમાં જોડાશે.

કોણ છે નીલ મોહન?

નીલ મોહન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે. તેઓ Susan Wojcickiના લાંબા સમયથી સહયોગી હતા, તેમણે 2007માં DoubleClick  એક્વિઝિશન સાથે Google સાથે જોડાયા હતા. મોહનને 2015માં YouTube પર ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે YouTube પર ચીફ પ્રોડક્ટ ઓફિસરની ભૂમિકામાં શોર્ટ્સ, મ્યૂઝિક અને સબ્સ્ક્રિપ્શન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નીલ મોહને માઇક્રોસોફ્ટ સાથે પણ કામ કર્યું છે.

નીલ મોહને શું કહ્યું?

નીલ મોહને કહ્યું કે તેઓ આ મહત્વપૂર્ણ મિશન ચાલુ રાખવા માટે ઉત્સાહિત છે અને નવા ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે આભાર Susan Wojcicki, તમારી સાથે વર્ષોથી કામ કરવું અદ્ભુત રહ્યું છે. તમે YouTube ને સર્જકો અને દર્શકો માટે એક અસાધારણ ઘર બનાવ્યું છે. હું આ મહત્વપૂર્ણ મિશન ચાલુ રાખવા માટે ઉત્સાહિત છું."

Susan Wojcickiએ રાજીનામું કેમ આપ્યું?

TikTok અને Facebookની Reels જેવી શોર્ટ-ફોર્મ વિડિયો સેવાઓ અને Netflix જેવી સ્ટ્રીમિંગ સેવાઓની સ્પર્ધા વચ્ચે YouTube ની જાહેરાતની આવક સતત બીજા ક્વાર્ટરમાં ઘટી હતી. નોંધનીય છે કે Susan Wojcickiએ પત્ર લખીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. તે તેમના પરિવાર, સ્વાસ્થ્ય અને અંગત પ્રોજેક્ટને લઈને નવું કામ શરૂ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Hukkabar : કચ્છમાં ગેરકાયદે ધમધમતા હુક્કાબાર પર પોલીસના દરોડાGir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયોSurat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલSurat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Rajkot News: પિત્ઝાના શોખીન છો તો  સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Rajkot News: પિત્ઝાના શોખીન છો તો સાવધાન, લાપીનોઝના પિત્ઝામાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Ration Card Rules:  એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Ration Card Rules: એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Embed widget