15 જૂલાઈથી યુટ્યુબમાં થશે મોટો ફેરફાર, લોકોની કમાણી પર અસર પડશે
પરંતુ હવે YouTube તેની સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે 15 જૂલાઈ, 2025થી અમલમાં આવશે

આજના ડિજિટલ યુગમાં YouTube હવે ફક્ત વીડિયો જોવાનું પ્લેટફોર્મ નથી. પરંતુ તે લાખો લોકો માટે કમાણીનું સાધન બની ગયું છે. ખાસ કરીને YouTube Shorts ની વધતી જતી લોકપ્રિયતાએ નાના અને નવા ક્રિએટર્સને નામ અને પૈસા કમાવવાની તક આપી છે.
પરંતુ હવે YouTube તેની સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે 15 જૂલાઈ, 2025થી અમલમાં આવશે. આ ફેરફારની સીધી અસર તે બધા લોકો પર પડશે જે YouTubeથી કમાણી કરી રહ્યા છે અથવા કરવા માંગે છે. જો તમે પણ વીડિયો બનાવીને પૈસા કમાવવા માંગો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કમાણીના નિયમોમાં ફેરફાર
YouTube હવે તેના પાર્ટનર પ્રોગ્રામ (YPP) માં નવા નિયમો લાવી રહ્યું છે. આ જાહેરાત આવકની સાથે અન્ય રીતે ક્રિએટર્સ માટે કમાણીના દરવાજા ખોલશે. પરંતુ આ માટે કેટલીક નવી શરતો પૂરી કરવી જરૂરી રહેશે.
YPP માં જોડાવા માટે આવશ્યક શરતો
ઓછામાં ઓછા 500 સબ્સ્ક્રાઇબર્સ, છેલ્લા 90 દિવસમાં 3 વીડિયો અપલોડ કર્યા હોય અથવા 12 મહિનામાં 3,000 કલાક વોચ ટાઇમ હોવો જોઈએ. આ ઉપરાંત 90 દિવસમાં 3 મિલિયન Shorts વ્યૂઝ હોવા જોઈએ.
YouTube હવે AI-જનરેટેડ કન્ટેન્ટ, ફેક ન્યૂઝ અને હેટ સ્પીચ પર કડક નજર રાખશે. જો કોઈ ક્રિએટર્સ આ નિયમો તોડે છે, તો તેમના વિડિયોને ડિમોનેટાઇઝ કરવામાં આવી શકે છે. ચેનલને YPPમાંથી દૂર કરી શકાય છે. કમાણી બંધ કરવામાં આવી શકે છે.
કયા ક્રિએટર્સને નુકસાન થશે?
જેઓ ફક્ત ટૂંકા વીડિયો બનાવે છે પરંતુ ઓછી એન્ગેજમેન્ટ ધરાવે છે. જેમનું કન્ટેન્ટ વારંવાર કૉપિરાઇટ કરેલું અથવા ફરીથી ઉપયોગમાં લેવાતું જોવા મળે છે. જેઓ ફક્ત AI-જનરેટેડ વીડિયો બનાવીને YouTube ની નીતિનો ભંગ કરે છે, તો તે તેમની કમાણીને અસર કરી શકે છે.
આ ફેરફારોના નુકસાનથી કેવી રીતે બચવું?
ઓરિજનલ અને ક્વોલિટી કન્ટેન્ટ બનાવો. નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. AI કન્ટેન્ટનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. કૉપિરાઇટ મુક્ત મ્યૂઝિક, વીડિયો અને ઈમેજનો ઉપયોગ કરો. આ ઉપરાંત YouTube ના કમ્યુનિટી ગાઉડલાઇન્સનું પાલન કરો.





















