(Source: ECI/ABP News/ABP Majha)
TikTokની જેમ આ એપ પર હવે Shorts વીડિયો બનાવનારને કંપની આપશે પૈસા, શરૂ થઇ ખાસ સર્વિસ
હવે Googleની YouTubeએ આને જોરદાર ટક્કર આપવાનો ફેંસલો કર્યો છે. ખરેખરમાં ગયા વર્ષો યુટ્યૂબે શોર્ટ વીડિયો ફિચર Shortsને લૉન્ચ કર્યુ હતુ, જેનાથી યૂઝર્સ ટિકટૉકની જેમ વીડિયો બનાવી શકે છે. હવે કંપનીએ જાહેરાત કરી છે કે યૂઝર્સ શોર્ટ વીડિયોથી પૈસા પણ કમાઇ શકે છે.
નવી દિલ્હીઃ શોર્ટ વીડિયોના મામલામાં Tik Tokએ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. ફેસબુક સહિત કેટલીય કંપનીઓએ આને ટક્કર આપવા માટે કોશિશો કરી પરંતુ ટિકટૉકને કોઇ જ ટક્કર ના આપી શક્યુ. જોકે, હવે Googleની YouTubeએ આને જોરદાર ટક્કર આપવાનો ફેંસલો કર્યો છે. ખરેખરમાં ગયા વર્ષો યુટ્યૂબે શોર્ટ વીડિયો ફિચર Shortsને લૉન્ચ કર્યુ હતુ, જેનાથી યૂઝર્સ ટિકટૉકની જેમ વીડિયો બનાવી શકે છે. હવે કંપનીએ જાહેરાત કરી છે કે યૂઝર્સ શોર્ટ વીડિયોથી પૈસા પણ કમાઇ શકે છે.
YouTube એકઠુ કરી રહી છે ફંડ....
YouTube એ 100 મિલિયન ડૉલર્સ ફંડ એકઠુ કરવાનુ શરૂ કરી દીધુ છે. આનાથી કંપની શોર્ટ વીડિયો ક્રિએટર્સને પેમેન્ટ કરી શકશે. યુટ્યૂબ વીડિયો ક્રિએટર્સને વ્યૂઅરશીપ અને એન્ગેજમેન્ટના આધારે પેમેન્ટ કરશે. કંપનીએ પોતાના શોર્ટ વીડિયો પર એડ આપવાની પણ શરૂ કરી દીધી છે.
ટિકટૉક સાથે થશે ટક્કર.....
દુનિયાભરમાં યુવાઓની વચ્ચે ખુબ પૉપ્યૂલર થયેલી ટિકટૉકને માત આપવા યુ્ટ્યૂબે આ ફેંસલો લીધો છે. ક્રિએટર્સને પૈસા આપીને કંપની યુવાઓની વચ્ચે આની ખુબ લોકપ્રિય કરવા માંગે છે, જેથી લોકો આનો ખુબ ઉપયોગ કરે.
કોઇપણ કરી શકે છે શોર્ટ વીડિયો અપલૉડ.....
YouTubeએ શોર્ટ્સ વીડિયોને ખુબ ઇજી કરી દીધો છે, જેનાથી હવે દરેક કોઇ યુટ્યૂબ પર શોર્ટ વીડિયો બનાવીને અપલૉડ કરી શકે છે. વળી હવે કંપનીએ એડ વિના પણ પૈસા કમાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે. જોવાની વાત એ છે કે શું હવે યુટ્યૂબ શોર્ટ્સ ટિકટૉકની પાછળ પાડી શકે છે કે ટિકટૉકનો દબદબો યથાવત રહેશે.