શોધખોળ કરો
Advertisement
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, CAA નાગરિકતા આપવાનો કાયદો, NRC સાથે જોડીને ગેરસમજ ફેલાવી રહ્યાં છે
કૉંગ્રેસના આરોપ પર ગૃહમંત્રીએ પ્રશ્ન પૂછતા કહ્યું કે, જ્યાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં હિંસા કેમ નથી થઈ. જનતા સમજી ગઈ છે કે હિંસા કોણ કરાવી રહ્યું છે.
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત સાથે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એબીપી ન્યૂઝને પોતાનો પ્રથમ ઈન્ટર્વ્યૂં આપ્યો હતો. જેમાં તેમણે નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અને મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ ચૂંટણી જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા પર કહ્યું, આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી, તેમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે. સીએએને લઈને ગેરસમજ ફેલાવાઈ રહી છે. સીએએ અને એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટિજન્સ) ને સાથે જોડવા પર કહ્યું, આ બન્ને અલગ અલગ વિષય છે. કાયદામાં કોઈની નાગરિકતા છીનવવાની જોગાવઈ નથી.
સીએએ પર તેમણે કહ્યું આ કાયદો બંધારણના આર્ટિકલ 14(એ)નું ઉલ્લંઘન નથી કરતો. ધર્મના આધાર પર નાગરિકતા નથી આપવામાં આવી રહી. શરણાર્થીઓ આપણા ભાઈઓ છે. તેમને સન્માન આપો, ઉત્પીડન મુસલમાનો પણ નાગરિકતા આપવામાં આવી છે. એનઆરસી પર હાલ કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે લાવીશું ત્યારે ચર્ચા થશે.
તેઓએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પડકાર આપ્યો કે તેઓ એક પ્રોવિઝન બતાવે કે જેનાથી નાગરિકતા છીનવાતી હોય. સીએએ અને એનઆરસીને સાથે જોડીને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે. કાયદાને વાંચ્યા વગર અફવા ફેલાવવામાં આવી રહી છે. કૉંગ્રેસના આરોપ પર ગૃહમંત્રીએ પ્રશ્ન પૂછતા કહ્યું કે, જ્યાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં હિંસા કેમ નથી થઈ. જનતા સમજી ગઈ છે કે હિંસા કોણ કરાવી રહ્યું છે.
વસ્તગણતરી દર 10 વર્ષે થાય છે. ગત વખત 2011માં થઈ હતી હવે 2021માં થશે. વસ્તીગણતરી અને એનપીઆરમાં કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે.એનપીઆરમાં કોઈને પણ ટાર્ગેટ કરવામાં નથી આવી રહ્યાં. વસ્તી ગણતરી અને એનપીઆર સાથે એનઆરસીનો કોઈ સીધો સંબંધ નથી. લઘુમતીઓની ચિંતા કરવાની જરૂર નથી. દેશમં થઈ રહેલા પ્રદર્શન પર તેમણે કહ્યું કે આ રાજકીય વિરોધ વધારે છે. તેમાં કેટલાક સામાન્ય લોકો પણ છે, જેમને ગુમરાહ કરવામાં આવી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement