કેવડિયાઃ દેશની સુરક્ષાને લઈને કેવડિયામાં ત્રિદિવસીય DG કોન્ફરંસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેઓ તમામ રાજ્યોના DGP સાથે આતંકવાદ,સરહદ સુરક્ષા પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી ટેંટ સિટીમાં આજે રાત્રે રોકાણ કરશે.
2/4
ઓલ ઇન્ડિયા DG કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી તેઓ દેશના તમામ રાજ્યોના DGને સંબોધન કરશે. કોન્ફરન્સમાં આંતકવાદ અને નક્સલવાદ સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરી હતી. મોદી વેલી ઓફ ફ્લાવર્સની પણ મુલાકાત લેશે.
3/4
4/4
કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્મ સુરક્ષાને લઇને ચર્ચા-વિચારણા થશે. કોન્ફરન્સમાં ગૃહ મંત્રી રાજનાથસિંહ ગૃહ રાજ્ય મંત્રી, હંસરાજ આહીર અને ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ પણ સામેલ થયા હતા. ડીજી કોન્ફરન્સને પગલે સામાન્ય લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.