શોધખોળ કરો
વડોદરામાં કોમી તોફાનઃ તાઝિયા જુલુસ-ગરબા સામસામે આવી જતાં પથ્થરમારો, ટીયરગેસ છોડવા પડ્યા
1/13

વડોદરાઃ કોમી રીતે સંવેદનશીલ મનાતા વડોદરામાં રવિવારે મોડી રાત્રે કોમી તોફાનો ફાટી નિકળ્યાં હતાં. ફતેપુરા વિસ્તારમાં કોયલી ફળિયામાં રાત્રે 10.30 કલાકે મુસ્લિમોના તાઝિયાનું જુલુસ અને નવરાત્રિના ગરબા સાથે થઈ જતાં ભડકો થઈ ગયો હતો.
2/13

3/13

પોલીસે આપેલી માહિતી પ્રમાણે અડાણિયા પુલ પાસે ટોળાંને વિખેરવા લગભગ ડઝન જેટલા ટીયરગેસ છોડવા પડ્યા હતા. એ પછી યાકુતપુરામાં પણ સામસામો પથ્થરમારો શરૂ થયો હતો. પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરી લીધો હતો કે જેથી તોફાન બીજે ના ફેલાય.
4/13

5/13

6/13

તાઝિયાનું જુલુસ કોયલી ફળિયા પાસે પહોંચ્યું ત્યારે નવરાત્રિના ગરબા ચાલુ હતા. તેના કારણે ભીડ જમા થઈ ગઈ હતી. એ વખતે જ કોઈએ અટકચાળું કરીને વચ્ચે ઈંટ ફેંકતાં લોકો ભડકીને સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
7/13

8/13

9/13

10/13

11/13

તેમણે દાવો કર્યો હતો કે મંજૂરી નહીં હોય તો જુલુસ કાઢનારાં સામે પગલાં લેવાશે પણ શહેરમાં શાંતિ છે અને આ ઘટનાની વિપરીત અસર થઈ નથી. આ નાની ઘટના છે અને અમે સીસીટીવી ફૂટેજ તપાસીને તોફાનીઓને શોધી કાઢીને આકરાં પગલાં લઈશું.
12/13

પોલીસ કમિશ્નર ઈ. રાધાકૃષ્ણને કહ્યું હતું કે તાઝિયા જુલુસ નિકળ્યું તે પછી પથ્થરમારો શરૂ થયો હોવાના અહેવાલ અમને મળ્યા છે અને હાલમાં તો અમે આ તાજિયાના જુલુસ માટે પોલીસ પરવાનગી લેવાઈ હતી કે કેમ તેની તપાસ કરી રહ્યા છીએ.
13/13

સદનસીબે પથ્થરમારો ચાલુ થયો ત્યારે જ વરસાદ તૂટી પડતાં લોકો વિખેરાવા માંડ્યાં હતાં. પોલીસે પણ તરત પગલાં લઈને લોકોને વિખેરી દેતાં મોટો ભડકો થતાં રહી ગયો હતો. સ્થિતી તરત જ કાબૂમાં આવી જતાં પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Published at : 03 Oct 2016 10:48 AM (IST)
Tags :
VadodaraView More
Advertisement





















