વડોદરાઃ વડોદરા શહેરની તરસાલી-સુશેન રોડ પર આવેલી સોસાયટીમાં શુક્રવારે ધોળા દિવસે થયેલી ફેક્ટરી માલિકની પત્નીની હત્યામાં પોલીસે વિવિધ થિયરી પર તપાસ શરૂ કરી છે. પોલીસને હત્યામાં પ્રેમ પ્રકરણની શંકા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસ સફળ રહી હતી.
2/5
ઉલ્લેખનીય છે કે, કુંજલના ઘરમાં પ્લમ્બિંગનું કામ ચાલી રહ્યું છે. જેથી કારીગરો રોજ કામ કરવા માટે ઘરે આવતા હતા. જોકે આજે તેઓ અન્ય સ્થળે કામ કરવા ગયા હોવાથી એક પણ કારીગર ઘરે આવ્યો ન હતો. તેનો લાભ ઉઠાવી પ્રેમીએ કુંજલને મળવા માટે ઘરમાં આવ્યો હતો ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી.
3/5
મિત પંચાલ અને કુંજલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મિત અને કુંજલ બન્ને એકબીજાને ચોરીછુપી મળતાં પણ હતાં. બન્ને એકબીજાને બહુ પ્રેમ કરતાં હતાં. કુંજલ અને મિત ભાગવાનું પ્લાનિંગ પણ કર્યું હતું જોકે યુવતીએ ભાગવાની ના પાડી હતી. ત્યાર બાદ કુંજલે પ્રેમી મિતને કહ્યું હતું કે, તું મને મારી નાખ અને પછી તું મરી જા. ત્યાર બાદ પ્રેમીએ પ્રેમિકાનું ચાકુથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી અને પ્રેમીએ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી.
4/5
ડીસીપી ક્રાઈમના જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તરસાલી મહિલાની હત્યા મામલે પોલીસને મહત્વની કડીઓ મળી આવી હતી. મૃતક કુંજલની હત્યા આરોપી મિત પંચાલે કરી હતી. મિત પંચાલ અને મૃતક કુંજલ વચ્ચે પ્રેમસંબંધ હતા તેવું પણ જાણવા મળી આવ્યું છે. મિતે કુંજલની હત્યા કર્યા બાદ જાતે ટ્રેન નીચે પડતું મુકીને સુસાઈડ કર્યું હતું. મિત પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો એકરાર પણ કરવામાં આવ્યો છે.
5/5
પોલીસને જાણવા મળ્યું હતું કે, મિત પંચાલ અને મૃતક કુંજલ વચ્ચે પ્રેમ સંબંધ હતો. મિતે કુંજલની હત્યા કરીને જાતે આત્મહત્યા કરી હતી અને મિત પાસેથી સુસાઈડ નોટ પણ મળી આપી છે. જેમાં બંન્ને વચ્ચે પ્રેમસંબંધનો એકરાર પણ કર્યો હતો.