વડોદરા: પારૂલ યુનિવર્સિટીની નર્સિંગની વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં જેલની હવા ખાતા ડો. જયેશ પટેલે પોલીસના રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી કબૂલાતો કરી હોવાનો દાવો વડોદરા જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા અને રેન્જ આઇજી જી.એસ. મલિકે કર્યો છે.
2/6
પોલીસની આકરી પૂછપરછ સામે ભાંગી પડેલા જયેશ પટેલે એવું કબૂલ્યું હતું કે તેણે નર્સિંગની વિદ્યાર્થિનીને સ્ટાફ ક્વાટર્સ સ્થિત તેના મકાનમાં બોલાવી હતી અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જયેશે કબૂલ્યું કે વિદ્યાર્થીની સાથે બળજબરી કરીને તેણે તેની સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા.
3/6
જયેશે પોતાને ડીપ્રેશનની દવા આપવાની વિનંતી કરી હતી. પોલીસે તેની પાસેથી વધારે વિગતો મળશે એ આશાએ તેના પુત્ર પાસે તેના ડીપ્રેશનની દવા મંગાવી આપી હતી. એ પછી ફરી તેનું નિવેદન લેવાની પોલીસે શરૂઆત કરી પણ થોડીર મિનિટોમાં તેણે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી.
4/6
પોલીસે જયેશને કંઈ થઈ ના જાય એટલે તરત તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલમાં તેને આઈસીયુમાં સારવાર અપાઈ છે. હોસ્પિટલના રીપોર્ટ બાદ તેને વધુ પૂછપરછ માટે ફરી વડોદરામાં કોઠી બિલ્ડિંગ ખાતે એલસીબી કચેરીમાં લવાશે.
5/6
જયેશ પટેલનું નિવેદન અધૂરૂં હોવાથી તેની પૂછપરછમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. જયેશ અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવીને બળાત્કારનો ભોગ બનાવી હોવાના આક્ષેપો થયા છે. તેની પૂછપરછમાં તેની આ હવસલીલાનો પણ ભાંડો ફૂટે તેવી શક્યતા છે.
6/6
જયેશ પટેલે એવું પણ કબૂલ્યું હતું કે વિદ્યાર્થીની સાથે બળજબરપૂર્વક સેક્સ સંબંધ બાંધતા પહેલાં તેણે તેના ગુપ્તાંગ પર ટ્યુબ લગાવી હતી. અલબત્ત આ ટ્યુબ કઈ હતી અને જયેશ પટેલ આ ટ્યુબ ક્યાંથી લાવ્યો તે અંગે વધુ વિગતો આપે તે પહેલાં તેણે પોતે ડીપ્રેશનમાં આવી ગયો હોવાની ફરિયાદ કરી હતી.