હત્યારાઓએ મુકેશ બચે નહીં એ માટે તેને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારી હતી. એ પછી પણ તેના બચી જવાની કોઈ શક્યતા ના રહે એટલા માટે તેને કારથી કચડી નંખાયો હતો. તેના કારણે મુકેશ એ જ વખતે ગુજરી ગયો હતો.
2/5
મુકેશ અને તેનો મિત્ર પપ્પુ શર્મા કંઇ સમજે તે પહેલા જ અજાણ્યા શખ્સોએ 9 ગોળીઓ મારી છોડી હતી. આ પૈકી 8 ગોળી મુકેશના શરીરમાં ઘૂસી ગઇ હતી. એક મિસ ફાયર થયું હતું. ગોળીઓ વાગતાં જ મુકેશ હરજાણી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
3/5
તાજેતરમાં જેલમાંથી છુટેલો કુખ્યાત મુકેશ હરજાણી રાતે 11 વાગ્યાના અરસામાં હરણીરોડ પર વૃંદાવન ટાઉનશીપમાં રહેતા તેના મિત્ર પપ્પુ શર્માને મળવા આવ્યો હતો. તે મળીને પરત કારમાં બેસવા જતો હતો ત્યારે જ ધસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેને આંતર્યો હતો.
4/5
મુકેશના શરીર પર કાર ફેરવી દેવાતો રોડ લોહીથી રંગાઈ ગયો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસનાં લોકોનાં ટોળાં ઉમટી પડયાં હતાં. મુકેશને તાબડતોબ કારમાં નાખીને મેટ્રો હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
5/5
વડોદરા: કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણીની વડોદરામાં હરણી રોડ પર આવેલી વૃંદાવન ટાઉનશીપ પાસે ગુરુવારે રાત્રે અજાણ્યા શાર્પ શૂટરોએ 9 ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મુકેશના બચવાના કોઈ ચાન્સ ના રહે એ માટે 9 ગોળી ધરબ્યા પછી હત્યારાઓએ તેના શરીર પર કાર પણ ફેરવી દીધી હતી.