Ahmedabad Crime | અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી જહેબાઝની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ. અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોહમદ જહેબાઝ ખાન નામના શખ્સની ધરપકડ કરી છે.
આર્મી જવાનની ઓળખ આપીને, આ શખ્સ યુવતીઓ પર દુષ્કર્મ આચરતો હતો. તેણે હર્ષિત ચૌધરી નામ ધારણ કરીને યુવતીઓને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મ આચરનાર આરોપીએ આર્મી ઓફિસરની પુત્રીને પ્રેમ જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું.
તપાસમાં ખુલાસો થયો છે કે આ શખ્સે દેશમાં અનેક યુવતીઓને ફસાવી હતી. અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પાંચથી વધુ ગુના નોંધાયા છે.
આ એક મહત્વના સમાચાર છે જે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.





















