શોધખોળ કરો
આણંદમાં હનીટ્રેપ મામલે બે મહિલા સહિત 6ની અટકાયત, સારવાર માટે બોલાવી ડૉક્ટરને ફસાવ્યો હતો
આણંદના પેટલાદમાં હનીટ્રેપમાં ડોક્ટરને ફસાવવા મામલે બે મહિલા સહિત 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પેટલાદના બે પત્રકારો અને મહિલા સાથે મળીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા ડોક્ટરને ફોન કરી સારવાર માટે ઘરે બોલાવીને એક રુમમાં પુરી દઈ મહિલાએ કપડા કાઢી નાખી વિડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ખીસ્સામાંથી રુપિયા કાઢી લઈ સવા લાખની માંગણી કરી હતી. ડોકટરે પેટલાદ પોલિસ મથકે ફરીયાદ નોધાવી હતી. પેટલાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમા 6 લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
આગળ જુઓ





















