શોધખોળ કરો
Gujarat bypolls: ભાજપે પેટાચૂંટણીમાં પ્રચાર માટે સાંસદોને ઉતાર્યા મેદાને, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને (Gujarat Bypolls) જીતવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ભાજપે બેઠકો પર પ્રચાર કરવા સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આઠેય બેઠકોમાં સ્થાનિક સાંસદો અને અન્ય જિલ્લાના સાંસદોને (BJP MP) કામગીરી સોંપવામાં આવી હતી. કચ્છની અબડાસા બેઠકમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલ (Banaskantha BJP MP) ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. મોરબી બેઠકમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને ઇન્ચાર્જ બનાવાયા હતા. તે સિવાય મોરબી બેઠકમાં જામનગર સાંસદ પૂનમ માડમ (Jamnagar BJP MP) પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. લીબડી બેઠકમાં અમદાવાદ પશ્ચિમ સાંસદ ડો.કિરીટ સોલંકી અને પૂર્વના સાંસદ એચ.એસ.પટેલ અને સુરેન્દ્રનગરના ડો.મહેન્દ્ર મુજપરા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગઠડા બેઠકમાં ભાવનગર સાંસદ ભરતીબેન શિયાળ અમરેલીના સાંસદ નારણ કાછડિયા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉપરાંત ધારી બેઠકમાં અમરેલી સાંસદ નારણકાછડિયા અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પ્રચાર કરી રહ્યા છે.
આગળ જુઓ





















