(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp Asmita
Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp Asmita
25 મેએ રાજકોટના TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી, 27 લોકોના મૃત્યુ થયા હતા.તેને આજે એક મહિનો પૂર્ણ થયો, આજે કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું, જેને લઈને બપોર સુધી રાજકોટના ધંધા રોજગાર સહિત સ્કૂલો અને કોલેજો બંધ રહી, અને જ્યાં અમુક ધંધા ખુલ્લા હતા ત્યાં હાથ જોડી કોંગ્રેસના નેતાઓએ વિનંતી કરી બંધ કરાવ્યું, કૉંગ્રેસના રાજકોટ બંધના એલાનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, રાજકોટ શહેરની ગુંદાવાડી બજાર, ધર્મેન્દ્રસિંહજી રોડ, પરા બજાર, રેલનગર, ગોંડલ રોડ, ઢેબર રોડ પરના વેપારીઓ સજ્જડ બંધ પાળ્યો, જો કે, ગણ્યાં-ગાંઠ્યા વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખી, જેને લઈ કૉંગ્રેસના નેતાઓ અલગ-અલગ વિસ્તારમાં જઈ વિનંતી કરીને દુકાનો બંધ કરાવી, જિજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈ નાના મવા વિસ્તારમાં પહોંચ્યા, આ વિસ્તારમાં જ TRP ગેમ ઝોન આવેલું છે, અહીં કેટલાક વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી, જિજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈએ વિનંતી કરીને દુકાનો બંધ રાખવા અપીલ કરી, કૉંગ્રેસ નેતાઓની વિનંતી બાદ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી, તો પરેશ ધાનાણી પાનના એક ગલ્લા પર પહોંચ્યા, અને ગલ્લાવાળાને વિનંતી કરીને બંધમાં જોડાવા અપીલ કરી, કાલાવડ રોડ પર કૉંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, બાદમાં ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરાઈ.