Hu to Bolish | હું તો બોલીશ | હોટલનું ખાધું તો બીમાર પડવાનું નક્કી
સંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર...આજની ઘટના છે અમદાવાદના નિકોલ વિસ્તારની..અવિનાશ પટેલ નામનો યુવક ઢોસા ખાવા માટે 'દેવી ઢોસા' નામની રેસ્ટોરન્ટમાં ગયો હતો....તેણે મંગાવેલા ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો, જેથી તાત્કાલિક તેણે રેસ્ટોરન્ટનું ધ્યાન દોર્યું..પરંતુ સંચાલકોએ રજૂઆત ન સાંભળી..જેથી વીડિયો બનાવી તેણે વાયરલ કર્યો...બાદમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગને પણ જાણ કરી...જેથી ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું..રસોડામાં હાઈજિનના નિયમનું પાલન ન થતું હોવાથી રેસ્ટોરન્ટ બંધ કરવા આદેશ કરાયો...આ તરફ રેસ્ટોરન્ટના સંચાલકે દાવો કર્યો કે, પ્રતિસ્પર્ધીએ બદનામ કરવા ષડયંત્ર રચ્યું છે....
ભરૂચની નોવસ હોટલના શાકમાંથી નીકળી માખી...ભરૂચના વડદલા ગામ નજીક આવેલી નોવસ હોટેલમાં એક પરિવાર જમવા માટે ગયો હતો..જમવામાં કાજુ પનીરનું શાક મગાવ્યું....પરંતુ શાકમાંથી માખી નીકળતા પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા..હોટલના સંચાલકોને જ્યારે રજૂઆત કરી તો, ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું..