Hu to Bolish | હું તો બોલીશ | નેતા-અધિકારીઓનો પર્દાફાશ નક્કી
અગ્નિકાંડનો આરોપી અને TRP ગેમ ઝોનનો સંચાલક યુવરાજસિંહ સોલંકી...જેણે SIT સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો..યુવરાજસિંહે કબૂલ્યું કે, સપ્ટેમ્બર 2023માં જ્યારે આગ લાગી હતી ત્યારે કોર્પોરેટરનો સંપર્ક કર્યો હતો...પરંતુ કોર્પોરેટરે દોઢ લાખ લઈ દબાણ અટકાવ્યું હતું....અને બાદમાં ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવા ભલામણ કરી હતી....જોકે, કોર્પોરેટર નીતિન રામાણી મીડિયા સામે આવ્યા અને સ્વીકાર્યું કે, આરોપી પ્રકાશ જૈન મારા સંપર્કમાં હતો અને ઈમ્પેક્ટ ફી માટે મેં સલાહ આપી હતી, પણ દબાણ અટકાવવા કોઈ ભલામણ નહોતી કરી....એટલુ જ નહીં...ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીએ દાવો કર્યો કે, ટાઉન પ્લાનિંગમાં ભ્રષ્ટાચાર ચાલે છે....નાનું ઘર બનાવવા માટે પણ પાંચ-સાત હજાર રૂપિયા આપવા પડે છે.....નીતિન રામાણીનું કહેવું છે કે, તેમણે કઈ ખોટું નથી કર્યું...જો SITની ટીમ અથવા પોલીસ બોલાવશે તો તપાસમાં સહકાર આપીશ..