Hu to Bolish | હું તો બોલીશ | ચાર પગનો આતંક
લાકડીઓ ભરેલી જુઓ આ ટ્રક. ટ્રકમાં દેખાતી લાકડીઓ ખરીદવા થયેલી જુઓ આ ભીડ. 50 રૂપિયાથી માંડી 200 રૂપિયાની કિંમતની લાકડી લેવા અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આબાલ વૃદ્ધ સૌ લાઈન લગાવી રહ્યા છે...
વસ્ત્રાલ વિસ્તારનો શ્રીધર એપાર્ટમેન્ટ હોય કે પછી. શ્રીધર હેવન....શ્રીધર પેરેડાઇઝ...શ્રીધર સ્પર્શ...પુસ્કર હોમ્સ....સૂર્યમ એલીગન્સ....શ્રીધર સ્કાય...શ્રીધર ઉપવન....શ્રીધર હાઇટ્સ....સત્સંગ વિલા....ધરતી વિલા....ધરતી પરિસર...શ્રીધર ગ્રીન....અમરનાથ બંગલો...નારાયણ બંગલો.. અહીં જેને જુઓ તેના હાથમાં લાકડી...ધોકો...બેટ લઈને ફરતા દેખાશે....બાળકોને સ્કૂલ બસમાં બેસાડવા જવું હોય કે શાક લેવા...મહિલા હોય પુરુષ હોય કે કોઈ પણ. જે ઘરની બહાર નીકળ્યા માની લો તેમના હાથમાં લાકડી હોય જ.
લોકોમાં ડરનું મુખ્ય કારણ વાનરનો એટેક છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારની સોસાયટીઓનું વાનરે જીવવું મુશ્કેલ કર્યું છે. બાળકો રમતા હોય કે સ્કૂલથી આવતા હોય. કે પછી કોઈ મહિલા શાકભાજી કે જીવનજરૂરી ચીજ વસ્તુ ખરીદી ઘરે પ્રવેશતી હોય. વાનરે અનેક લોકો પર હુમલા કર્યા છે એ પણ પગમાંથી માંસનો લોચો નીકળી જાય એ પ્રકારના ગંભીર હુમલા કર્યા છે.