(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!
Hun To Bolish | હું તો બોલીશ | આ ફાફડા જલેબી ખાશો તો બીમાર પડવાનું નક્કી!
આવતીકાલે દશેરા છે અને ત્યારબાદ આવી રહી છે દીવાળી....ત્યારે ફાફડા-જલેબી કે મીઠાઈ આરોગવાના હોય તો ખાસ ધ્યાન રાખજો....કારણ કે, તેલ પણ મિલાવટી છે અને ઘી પણ મિલાવટી છે....અને તેનો ઉપયોગ પણ મિલાવટ માટે જ થઈ રહ્યો છે....ક્યાંક હલકી ક્વોલિટીનું તેલ લાવી વારંવાર તળી તેને વાપરવામાં આવે છે....તો ક્યાંક એવું ઘી હોય જેની જલેબી આપણને મીઠી તો લાગે પણ પછી આપણા દીવાળીના તહેવારો બગાડે....આરોગ્ય વિભાગ ચકાસણી ચોક્કસથી કરે છે....પણ તકલીફ મોટી એ કે ખાટલે મોટી ખોટ...તપાસના રિપોર્ટ મોડા આવતા હોય છે....હવે પકડાયું તે સાચું પણ આ ઘીમાં કેટલી જલેબી બની હશે....કોના ઘેર બની હશે...કોના હોટલમાં બની હશે....તો આ તેલમાં કેટલા ફાફડા તળાયા હશે....આવા કિસ્સા એક વાર નહીં અનેકવાર આવે છે....દર તહેવારોમાં તપાસ ચોક્કસ શરૂ થાય છે....પણ શુદ્ધ ઘી ઉપર તમે જે ભરોસો કરો છો ને....પણ જુઓ આ સુરતના દ્રશ્યો જ્યાં લેબલ તો સુમુલનું લાગેલું છે...પણ બ્રાન્ડ જોડે કોઈ લેવા દેવા નથી....કારણ કે સુમુલ અમુલ જોડે જોડાયેલી છે....સ્વાભાવિક રીતે તે ઉચ્ચ માપદંડોનું ધ્યાન રાખે....પણ જેને બ્રાન્ડ જોડે કોઈ લેવા દેવા નથી તે બધી ઘાલમેલ કરે જ....અને એ અંતર્ગત અંકુર ચાર રસ્તા અને વરાછા રોડ પર આવેલા પ્રાઈમ સ્ટોરમાંથી 71 જેટલા ડુપ્લીકેટ ઘીના ડબ્બા ઝડપાયા....જેમાં આઈ માતા સુપર સ્ટોર્સના વેપારી હરિરામ ચૌધરીની ધરપકડ કરવામાં આવી....
સાણંદના ચાંગોદરમાં ઘીના ગોડાઉનમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા....અને 6 હજાર 825 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો...આ સીઝ કરેલા જથ્થાની કિંમત અંદાજે 37 લાખ 83 હજાર 974 રૂપિયા છે....
આ તો ઘીની વાત થઈ હવે જુઓ ગીરસોમનાથ જિલ્લાના ઉનાની અંદર મગફળીનો આખો ભંડાર છે....એવા સૌરાષ્ટ્રમાં તો અપેક્ષા હોય જ કે મગફળીનું તેલ આપણને શુદ્ધ મળે....પણ મગફળીનું તેલ જરાય શુદ્ધ મળતું નથી....આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે ઉનાના દેલવાડા રોડ ઉપર આવેલી ભવાની મિલના છે....જ્યાં કલેક્ટરે બાતમીના આધારે દરોડો પાડ્યો અને વેપારીની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું કે, ખાદ્યતેલમાં પામ ઓઈલ અને અન્ય વસ્તુઓને મિક્સ કરવામાં આવતી...બાદમાં તેલના ડબ્બા પર જાણીતી કંપનીના સ્ટીકર લગાવી તેને બજારમાં વેચી દેતો...દરોડા દરમિયાન અહીંથી 31 લાખની કિંમતનું ખાદ્યતેલ મળી આવ્યું છે....