(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | ચોરની અફવા અને અરાજકતા !
ભરૂચ જિલ્લો. જ્યાં મુંઝવણમાં નાગરિકો મુકાયા છે. તો કેટલીક ઘટનાઓ પોલીસ માટે પણ પડકાર સાબિત થઈ રહી છે. ઘટનાઓ છે ચોર આવ્યાની અફવાની. છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયામાં ચોર આવ્યાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજ આમ તો અફવાઓ છે. જો કે, ચોર સમજી કેટલાક લોકો પર હુમલાની ઘટનાઓ બની રહી છે. આજે અંકલેશ્વરના ભાદી ગામે ચોરની આશંકાએ યુવકને માર મરાયો. ગઈકાલે હાંસોટના ઘોડાદરા ગામે 2 અજાણ્યા ઈસમોને ગ્રામજનોએ ઝડપી માર માર્યો હતો. વાલિયામાં નોકરીએ જતાં યુવક પર ચોર સમજીને હુમલો કરાયો. તો નેત્રંગમાં ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ પર ચોર સમજીને હુમલો કરાયો. ભરૂચના અયોધ્યાનગરમાં સાધુઓને ચોર સમજી માર મરાયો. ભરૂચ પોલીસે હાલ તો નાઈટ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે અને અફવાઓમાં દોરાઈને કોઈએ કાયદો હાથમાં ન લેવાની અપીલ કરી છે.. સમગ્ર મુદ્દે અંકલેશ્વરના ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાનું કહેવું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પંથકમાં તસ્કરો આવી લોકોના હાથ-પગ કાપી દાગીનાની લૂંટ ચલાવવામાં આવતી હોવાની અફવાઓ સામે આવી રહી છે...હાલ પોલીસે પેટ્રોલિંગ વધારી દેવાયું છે.