(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા?
પીએમ મોદીએ કહ્યું છે, કે જે પણ સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં લાગેલા છે અથવા અપેક્ષા મુજબ કામ નથી કરી રહ્યા તેમને હટાવી દેવા જોઈએ. અને જો તેમના કામમાં કોઈ સુધારો ન થાય તો જાહેર હિતમાં તેમને સમય પહેલા નિવૃત્ત કરી દેવા જોઈએ, સૂત્રો મુજબ, પીએમ મોદીએ બુધવારે વિવિધ વિભાગોના મંત્રીઓ અને સચિવો સાથે વાત કરતા આ નિર્દેશો આપ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ સેક્રેટરીઓને લોકોની ફરિયાદોના નિકાલ માટે દર અઠવાડિયે એક દિવસ અલગ ફાળવવા તાકીદ કરી. પ્રધાનોને આ કામગીરી પર દેખરેખ રાખવા સૂચના આપી. પ્રધાનમંત્રીએ તેમાં CCS પેન્શનના મૂળ નિયમ 56(J)નો ઉલ્લેખ કર્યો હતો.
શું છે CCS પેન્શન નિયમનો મૂળ નિયમ 56(જે)?
કોઈ પણ સત્તાધારી અધિકારી જો કોઈ કર્મચારી તેમના આદેશ મુજબ કામ ન કરે અને તેમને એવું લાગે કે આ કર્મચારી નોકરીમાં ચાલુ રાખવાને યોગ્ય નથી તો તેવા સરકારી કર્મચારીને તેની નિવૃત્તિના સમય પહેલા રિયાયર્ડ કરી શકે છે.
પીએમ મોદીએ આ નિયમનો ઉલ્લેખ કરીને તમામ વિભાગના સેક્રેટરીઓને પોતાના વિભાગના કર્મચારીઓના કામનું મોનિટરિંગ કરવા કહ્યું છે. જો કોઈ કર્મચારીની બેદરકારી સામે આવે તો તેની સામે પગલા લેવા અને કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં PMOને લોકોની ફરિયાદો સહિત 4.5 કરોડ ફરિયાદો મળી છે. લોકોની ફરિયાદો પૈકી 40 ટકા કેન્દ્ર સરકારના ખાતાઓને લગતી અને 60 ટકા રાજ્ય સરકારોના ખાતાઓને લગતી ફરિયાદો છે.