Surat Rape Case | સુરતના માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર
સુરતના માંગરોળમાં દુષ્કર્મના આરોપીનું નિપજ્યું મોત. આરોપી શિવશંકર ચોરસીયાને શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે ખસેડાયો હતો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં. શ્વાસની તકલીફના કારણે નરાધમ શિવશંકરને રખાયો હતો વેન્ટીલેટર પર. હોસ્પિટલમાં આરોપી શિવશંકરે તોડ્યો દમ.
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.




















