![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hun To Bolish | હું તો બોલીશ | રૂપિયા છાપતી હૉસ્પિટલ
રાજકોટનો કૌભાંડી ડૉક્ટર હીરેન મશરૂ...આ મહાશય લક્ષ્મીનગર મેઈન રોડ પર નિહિત બેબીકેર નામની હોસ્પિટલ ચલાવે છે....અને તેના કારનામા જોઈને આપ પણ ચોંકી જશો....આ ડૉક્ટર હીરેશ મશરૂ માસુમ બાળકોના રિપોર્ટમાં ચેડા કરતો...અને તંદુરસ્ત બાળકને ગંભીર બીમાર ગણાવી આયુષ્યમાન યોજના હેઠળ કાળી કમાણી કરતો....
રિપોર્ટમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવતો હતો...અને આખો ભાંડાફોડ જેમણે કર્યો તે રવિ સોલંકીને સાંભળી લઈએ.... મને ટેકનિકલ નું જ્ઞાન ન હતું જે રીતે ડોક્ટર સાહેબ કહેતા હતા તે રીતે રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવતી....બાળકોને હોસ્પિટલમાં વધુ સમય માટે સારવાર લેવી પડે તે રીતે રિપોર્ટમા છેડછાડ કરવામાં આવતી હતી...બાદમાં અમને ખબર પડતા અમે નોકરી મૂકી દીધી હતી.....
ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમે લેબોરેટરીમાંથી 500 રિપોર્ટ કબજે કર્યા...જોકે, જે લેબોરેટરીમાં ટેસ્ટ કરાતા તેના સંચાલકે દાવો કર્યો કે, લેબોરેટરીમાંથી રિપોર્ટમાં ચેડા થઈ તેવી કોઈ સિસ્ટમ જ નથી..તમામ કામગીરી ઓટોમેટિક છે...આ તરફ, જિલ્લા આરોગ્ય વિભાગ અધિકારી પી.કે.સિંગનું કહેવું છે કે, જો તપાસમાં ડૉક્ટર દોષિત સાબિત થશે તો તેની ડીગ્રી આજીવન રદ કરવા સુધીના પગલા લેવાશે....
![Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/04/c5d95274dce631917b630a22a40b92b717201107349371012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)