Hun To Bolish | હું તો બોલીશ | સરકારની કઈ સિસ્ટમમાં સડો?
Hun To Bolish | હું તો બોલીશ | રાજકોટ અગ્નિકાંડમાં આજે વધુ 7 લોકોના મૃતદેહની ઓળખ થઈ...સાત લોકોના DNA મેચ થતા શત્રુજ્ઞસિંહ ચુડાસમા...નિરવ વેકરીયા...વિવેક દૂસરા...ટીશા મોડાસિયા...ખુશાલી મોડાસિયા...મિતેશ જાદવ અને કલ્પેશ બગડાના મૃતદેહને તેમના પરિજનોને સોંપાયા....અત્યારસુધીમાં કુલ 25 મૃતદેહોની ઓળખ થઈ છે....જેમાં 19 લોકોના મૃતદેહોને પરિજનોને સોંપાયા છે....જે મૃતદેહની ઓળખ થઈ છે તેમાં ગેમ ઝોનનો ભાગીદાર પ્રકાશ જૈન પણ સામેલ છે....પ્રકાશ જૈન ફસાયેલા લોકોને બચાવી રહ્યા હતા...ગેમ ઝોનમાં પ્રકાશ જૈનનું રોકાણ સૌથી વધુ હતું....
અગ્નિકાંડ માટે એક બે નહીં પણ અનેક ડિપાર્ટમેન્ટ જવાબદાર છે...ટીઆરપી ગેમ ઝોન કાગળ પર જ ન હતું....ડેવલપમેન્ટ પ્લાન્ટ,બીયુ સર્ટિફિકેટથી લઈને જીએસટીમાં પણ લાલિયાવાડી કરવામાં આવતી હતી...વેરા કે ટેક્સ વધુ ન ભરવો પડે તે માટે જમીનના માલિક 5 ટકા ભાગીદાર હતા..જમીનના માલિકમાં RMCના રેકોર્ડમાં ત્રણ નામ બોલે છે...પોલીસે અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજા સામે ગુન્હો દાખલ કર્યો છે....