શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: ચાંદખેડામાં ભેખડ ધસી પડતા 3ના મોત, એકની હાલત ગંભીર
અમદાવાદ: ચાંદખેડા ત્રાગડ રોડ પર આવેલી સ્પંદન હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ત્રણ લોકોના મોત થયા છે. ભેખડ ધસી પડતાં ચાર મજૂર દટાયા હતા જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. ઘટનાસ્થળ પર પ્રાથમિક તપાસમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે જેને લઇને હવે સાબરમતી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી સ્પંદન હાઇટ્સ રેસિડેન્સીમાં પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન ભેખડ અચાનક જ ધસી પડી હતી. ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હતા. 3 શ્રમિકોના મૃતદેહ બહાર કઢવામાં આવ્યા હતા. જ્યારે 1ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરી તો જ્યારે કોઇ પણ પ્રકારનું કામ ચાલતુ હોય તો ત્યાં આસપાસ પ્રોટેક્શન વોલ ફરજીયાત રાખવાની હોય છે પણ અહીં કોઇ પ્રોટેક્શન વોલ જણાતી ન હતી. બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી માનવામાં આવી રહી છે. હાલ તો પોલીસે લાશને પોસ્ટમોર્ટમ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત
Gandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, CMની અધ્યક્ષતામાં મળી ગૃહ વિભાગની બેઠક
Accident Case: દિવાળ પર્વ સમયે 4 દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
PM Narendra Modi congratulates Trump | ચૂંટણીમાં જીત બદલ ટ્રમ્પે પીએમ મોદીને આપ્યા અભિનંદન
Donald Trump: જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: Abp Asmita: USA Election 2024
USA Election 2024 : જાણો શું છે ઈલેક્ટ્રોરલ વોટનું ગણિત, કોની જીતનો ભારતને કેટલો થશે ફાયદો?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion