USA Election 2024 : જાણો શું છે ઈલેક્ટ્રોરલ વોટનું ગણિત, કોની જીતનો ભારતને કેટલો થશે ફાયદો?
USA Election 2024 : જાણો શું છે ઈલેક્ટ્રોરલ વોટનું ગણિત, કોની જીતનો ભારતને કેટલો થશે ફાયદો?
દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશોમાં એક અમેરિકામાં 5 નવેમ્બર 2024 (આજે) 47મા રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવવાની છે. આ વખતે ડેમોક્રેટ્સ પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ અને રિપબ્લિકન તરફથી પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુકાબલો છે. બંનેએ ચૂંટણીમાં જીતના દાવા મજબૂત કરવા માટે જોરદાર પ્રચાર-પ્રસાર કર્યો છે. જોકે હવે પરિણામ જ જણાવશે કે કોણે બાજી મારી છે. અમેરિકાની ચૂંટણી ઘણી રીતે જરૂરી છે, કારણ તેનાથી આગામી વૈશ્વિક ફેરફારનું મુખ્ય સૂત્રધાર ગણવામાં આવે છે.
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ ખૂબ જ અલગ હોય છે. અહીંના ઇલેક્ટોરલ કોલેજમાં દરેક રાજ્યમાંથી એક પ્રતિનિધિઓનું ગ્રુપ હોય છે, જે પોતાની પાર્ટીના અધાર પર રાષ્ટ્રપ્રમુખની પસંદગી કરે છે. તેનો અર્થ અમેરિકાના દરેક રાજ્યમાં રહેના લોકો 5 નવેમ્બરના રોજ પોતાના સ્થાનિક ઉમેદવાર માટે મતદાન કરશે અને તેમની જીત દેશમાં થનાર આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે જરૂરી થઇ જશે. જો સરળ ભાષામાં કહીએ તો રાજ્યમાંથી જીત પ્રાપ્ત કરનાર ઉમેદવાર જ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં અંતિમ નિર્ણય લેવાના હકદાર બની જાય છે.