Ahmedabad: પાલડી વિસ્તારમાં આવેલ વિતરાગ કો-ઓપરેટીવ હાઉસિંગ જર્જરિત હાલતને લઈને વિવાદ ઉભો થયો
અમદાવાદ પાલડી વિસ્તારમાં આવેલ વીતરાગ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી માં આવેલા 156 મકાન, જે 50 વર્ષ જૂના છે તેની જર્જરિત હાલતને લઈને વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં એક મકાનની છત ધરાસાઈ થતાં ત્યાં રહેતા આગમ શાહ નામના વ્યક્તિએ સોસાયટીના હોદ્દેદારો સામે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે આ સોસાયટી જર્જરીત હાલતમાં છે અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા તેનું રી ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું નથી. અને વર્ષોથી અમે રીડ ડેવલોપમેન્ટ માટેના પ્રયાસ કરી રહ્યા છે તેવું માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ કામ થઈ રહ્યું નથી અને અમે ભયમા જીવી રહ્યા છીએ .તેવા આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે સોસાયટીના હોદ્દેદારો દ્વારા એક પત્રકાર પરિષદ યોજી અને તેનો ખુલાસો કરાયો. સોસાયટીના ચેરમેન ના કહેવા પ્રમાણે સોસાયટીના સતત પ્રયાસ રી ડેવલપમેન્ટ માટે છે... પરંતુ તકનીકી કારણોસર અને કાયદાકીય મૂંઝવણ ઊભી થઈ હોવાના કારણે રી ડેવલપમેન્ટ ન કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.. જોકે હોદ્દેદારો ઉપર કરાયેલા આક્ષેપો ખોટા અને પાયા વિહોણા હોવાનું તેમણે જણાવ્યું.