Ahmedabad Crime: શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાં
અમદાવાદ: ગત મોડી સાંજે નહેરૂનગર પાસે થયેલા ફાયરિંગમાં વેપારીનું મોત નીપજ્યું છે. બે અજાણ્યા શખ્સો બાઈક પર આવ્યા હતા અને એક શખ્સે નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં વેપારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. માણેકબાગ પાસે લગભગ આઠથી સવા આઠ વાગ્યાની વચ્ચે વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સોને પકડવાની કામગીરી હાથ ધરી છે.
ફાયરિંગમાં ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સવારે 6 કલાકે જીવરાજ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. હત્યારા પકડાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઈનકાર કર્યો છે. એક માસ અગાઉ 14 ઓકટોબરના રોજ પણ 65 વર્ષીય બદાજી ચમનાજી મોદી પર હુમલો થયો હતો.




















