Ahmedabad News: ફોરેન પોસ્ટ ઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. નબીરાઓ વિદેશથી ડ્રગ્સ મગાવતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં ધીમે ધીમે ડ્રગ્સ, ચરસ અને ગાંજા માટે મુખ્ય મથક બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે ડ્રગ્સ, ચરસ અને ગાંજાનો જથ્થો ઝડપાઇ રહ્યો છે જેને જોતાં લાગી રહ્યું છે કે ટૂંક સમય 'ઉડતા ગુજરાત' બનતાં વાર નહી લાગે. છેલ્લા 72 કલાકમાં વિવિધ જગ્યાએથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયા કિનારે નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોય છે એ તો સામાન્ય રીતે બરોબર છે પરંતુ હાલમાં અમદાવાદ જેવા મેટ્રો સીટીમાંથી ડ્રગ્સ પડકાયું છે.
ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ છતા અવારનવાર ડ્રગ્સ,ચરસ તેમજ દારુ સહિતના નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3.50 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે.