Ahmedabad news: પેલેડિયમ મોલના ચેન્જિંગ રૂમમાં કેમેરો લગાવનારની ધરપકડ
અમદાવાદમાંથી સગીરાનો અશ્લિલ વીડિયો બનાવનાર આરોપી ઝડપાયો .. પેલેડિયમ મોલના મેક્સના શો રૂમના ચેન્જીંગ રૂમમાં કપડા બદલતી સગીરાનો અશ્લિલ વીડિયો બનાવનાર રવિ પ્રજાપતિ નામનો આરોપી ઝડપાયો. સગીરા પરિવાર સાથે શો રૂમમાં કપડા લેવા આવી હતી.. કપડા બદલવા માટે સગીરા ચેન્જીંગ રૂમમાં ગઈ હતી. ત્યારે જ તેને બાજુના ચેન્જીંગ રૂમમાંથી મોબાઈલ મળ્યો હતો. તપાસ કરતા મોબાઈલમાંથી સગીરાના ચાર જેટલા અશ્લિલ વીડિયો પણ મળી આવ્યા. પરિવારની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ કરી.. મોબાઈલ રવિ પ્રજાપતિ નામના યુવકનો હોવાનો ખુલાસો થતા પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપી મુળ વિજાપુરનો રહેવાસી છે અને અમદાવાદની એક ઓટોમોબાઈલ કંપનીમાં કામ કરે છે.. ઝડપાયેલ આરોપી અગાઉ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે કે નહીં તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી.





















