Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 2 અને 3 જુલાઇએ પડશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 2 અને 3 જુલાઇએ પડશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ 4 જુલાઇથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો આ રાઉન્ડ આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
સોરાષ્ટ્રમાં કચ્છમાં 4 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદને લઇને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજું એક સપ્તાહ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હજુ એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેથી 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરા અને નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




















