Ahmedabad News: અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો ઉત્પાત, વાહનોમાં તોડફોડ કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ
અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો. મંજીભિલની ચાલીમાં ગુનેગારોએ ઉત્પાત મચાવ્યો. રેતી મૂકવા જેવી નજીક બાબતે મારામારી થઈ હતી.અને સામાજિક તત્વોએ વાહનમાં તોડફોડ કરી. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. જો કે અમરાઈવાડી પોલીસે સીસીટીવીના આધારે કેસની તપાસ શરૂ કરી. એક આરોપી ભુપેન્દ્રસિંહ રાજપૂત ઝડપાયો. અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે..
અમદાવાદમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા....જૂના વાડજ અને અમરાઈવાડી વિસ્તારમાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો..જૂના વાડજની રામ કોલોનીમાં 100થી વધુ શખ્સોએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો...અને ધોકા, લાકડી, તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરી...અંદાજીત 20થી 25 ગાડીઓમાં તોડફોડ કરી....જેના સીસીટીવી પણ સામે આવ્યા છે....જેમાં જોઈ શકાય છે કે હથિયારો સાથે શખ્સો તોડફોડ કરી રહ્યા છે...જો કે હાલ તો પોલીસે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે..જ્યારે સીસીટીવીના આધારે બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે...તો આ તરફ અમરાઈવાડી વિસ્તારમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા...મંજીભિલની ચાલીમાં ગુનેગારોએ ઉત્પાત મચાવ્યો...જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો