Ahmedabad Student Suicide: અમદાવાદમાં સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું મોત
અમદાવાદના નવરંગપુરાની સોમ લલિત સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી નીચે કૂદી આત્મહત્યાનો પ્રયાસ કરનારી વિદ્યાર્થિનીનું મોત થયું. વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો તે સમયના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. જેમાં વિદ્યાર્થિની હાથમાં કિ-ચેઈન ફેરવતા ફેરવતા લોબીમાં આંટા મારે છે અને ઓચિંતા જ છલાંગ લગાવી દે છે. વિદ્યાર્થિની બીમાર હોવાની આશંકા છે. કારણ કે 15 દિવસ પૂર્વે જ એક મહિનાની રજા બાદ છેલ્લા થોડા સમયથી વિદ્યાર્થિની ફરી સ્કૂલે આવી હતી. ગુરૂવારના કૂદતા પહેલા ક્લાસરૂમની બહાર પિલ્લર પર વિદ્યાર્થિનીએ માથું પછાડી ચીસો પાડી હતી. ત્યારબાદ બપોરે 12 વાગ્યેને 27 મીનિટે સ્કૂલના ચોથા માળની બાલ્કનીની રેલિંગ કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં આજે સારવાર દરમિયાન તેણીનું મોત થયું. આત્મહત્યા પાછળનું હજુ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી..


















