Ahmedabad PG Controversy: અમદાવાદમાં ફરી PGને લઈ થઈ બબાલ
અમદાવાદમાં પીજી એટલે કે, પેઈંગ ગેસ્ટને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે..વસ્ત્રાપુર વિસ્તારની પ્રેમચંદ નગર સોસાયટીના રહીશો અને પીજીમાં રહેતા લોકો સામ સામે આવી ગયા. સોસાયટીના રહીશોએ આ વિસ્તારમાં ચાલતા પીજીનો ઉગ્ર વિરોધ કરીને હોબાળો મચાવ્યો. રહીશો રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા.આરોપ છે કે, રહેણાંક વિસ્તારોમાં પીજી હાઉસના કારણે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે.પીજીમાં રહેતા લોકોના કારણે સોસાયટીઓમાં દૂષણ વધ્યું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે, જેથી સોસાયટીમાં ચાલતા પીજી બંધ કરાવવામાં આવે. 400 મકાનમાંથી 60 મકાનમાં પીજી ચાલે છે.ગઈકાલે પાર્કિંગ મુદ્દે રહીશો અને પીજીમાં રહેતા લોકો વચ્ચે ઝઘડો થયો હતો. રહીશોની સાથે પીજીમાં રહેતા લોકો પણ રજૂઆત કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રહીશોના આરોપોને ફગાવ્યા. પોલીસે બંને પક્ષોની વાત સાંભળી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે..અગાઉ હાઈકોર્ટે પણ રહેણાંક વિસ્તારમાં પેઇંગ ગેસ્ટ સર્વિસ ન ચલાવી શકાય તેવી ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, રહેણાંકની જગ્યાઓ ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહી.




















