Gujarat Heatwave : આગ ઝરતી ગરમીમાં શેકાયું ગુજરાત, કાળઝાળ ગરમીને કારણે રસ્તા સૂમસામ
Gujarat Heatwave : આગ ઝરતી ગરમીમાં શેકાયું ગુજરાત, કાળઝાળ ગરમીને કારણે રસ્તા સૂમસામ
Weather Forecast: હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીની આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 2થી3 ડીગ્રી ઉંચે જવાના અનુમાન વ્યક્ત કર્યો છે. જેના પગલે મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર જાય તેવી શક્યતા છે. રાજયમાં અગનવર્ષાની સ્થિતિના કારણે બપોરમાં રસ્તા સૂમસાન જોવા મળે છે. ગઇ કાલે 43.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહ્યું. અમરેલી, સુરેંદ્રનગરમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદમાં પણ લોકો આકરા તાપના કારણે અગન વર્ષાનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને અમદાવાદમાં આકરી ગરમીનું 2 મે સુધી એલર્ટ આપ્યું છે. 2 મે સુધીમાં અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી પહોંચે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
અમદાવાદમાં ભીષણ ગરમીનું એલર્ટ
આજે 43 ડિગ્રી પહોંચશે પારો
28 તારીખે 44 ડિગ્રી
29 તારીખે 44 ડિગ્રી
30 તારીખે 44 ડિગ્રી
1 મેએ 44 ડિગ્રી
2 મેએ 43 ડિગ્રી તાપમાન રહેવું અનુમાન
કયા કેટલું તાપમાન
રાજકોટ-43.9
સુરેંદ્રનગર-43.3
અમરેલી-43.1
ભુજ-42
અમદાવાદ-41.3
ડીસા-40.8
ગાંધીનગર-40.5
ભાવનગર-40.5
વડોદરા-39.8



















