Reality check : ગુજરાત યુનિ.માં હેલ્મેટના નિયમનું ઉલ્લંઘન, એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં ખુલાસો
ગુજરાત યુનિવર્સિટીમાં પણ હવે ટુ-વ્હીલર વાહનચાલકોના પ્રવેશ માટે હેલમેટ કરાયું છે ફરજીયાત. ત્યારે ગત સપ્તાહે યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણય બાદ એબીપી અસ્મિતા યુનિવર્સિટી ખાતે રિયાલીટી ચેક કર્યું.
ગુજરાત યુનિવર્સિટીમાં પણ હવે ટુ-વ્હીલર વાહનચાલકોના પ્રવેશ માટે હેલમેટ કરાયું છે ફરજીયાત. ત્યારે ગત સપ્તાહે યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણય બાદ એબીપી અસ્મિતા યુનિવર્સિટી ખાતે રિયાલીટી ચેક કર્યું. રિયાલીટી ચેકમાં સામે આવ્યું કે નિયમ બનાવાયો છતા 80 ટકા વિદ્યાર્થીઓ હેલમેટ વગર જ પ્રવેશ મેળવતા જોવા મળ્યા. વિદ્યાર્થીઓ હેલમેટ પહેરીને આવે તે સમજાવટ માટે યુનિવર્સિટી ખાસ ટીમની પણ રચના કરી હતી. જેને વિદ્યાર્થીઓને હેલમેટ અંગે સમજણ આપી હતી. જોકે સમજાવટ બાદ પણ સ્થિતિમાં કોઈ જ પ્રકારનો સુધાર જોવા મળ્યો નથી. આ તરફ યુનિવર્સિટીએ હેલ્મેટ વગર પ્રવેશતા વિદ્યાર્થીઓને પકડવાનું તરકટ બંધ થઈ ગયું..