શોધખોળ કરો
Bhavnagar Farmers Protest | દિવસે વીજળીની માંગ સાથે ખેડૂતોએ સિહોર વીજ કચેરીનો કર્યો ઘેરાવ
Bhavnagar Farmers Protest | ભાવનગરના સિહોર તાલુકામાં વન્ય પ્રાણીઓ વચ્ચે ખેતી કરવા માટે મજબૂર બનેલા ખેડૂતોનો આક્રોશ ફૂટ્યો છે. સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે આપવામાં આવતી વીજળીના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ખેડૂતોની માંગ છે કે તેમને દિવસે વીજળી આપવામાં આવે. જેના વિરોધમાં આજે રાત્રિના સમયે સિહોર તાલુકાની પીજીવીસીએલની સબ ડિવિઝન ટાણા કચેરીનો ખેડૂતોએ ઘેરાવ કર્યો છે. ટાણા. વાવડી. રાજપરા. ગુંદાળા. ધૂળસર. બેકડી સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો એકઠા થયા છે અને દિવસે વીજળી આપવા માટે માંગ કરી રહ્યા છે.
આગળ જુઓ




















