Bhavnagar: 'બટોંગે તો કટોંગે' વાળી કંકોત્રી વાયરલ, શુભવિવાહ સાથે મોદી-યોગીના ફોટા સાથે છપાવી પત્રિકા
દેશભરમાં અત્યારે ચૂંટણી માહોલ જામ્યો છે. ઉત્તરપ્રદેશથી લઇને કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી ચૂંટણીમાં પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે. ત્યારે એક સુત્ર 'બટોંગે તો કટોંગે' ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. હવે આ સુત્ર ગુજરાતમાં એક કંકોંત્રીમાં સામે આવ્યુ છે. ભાવનગરમાં એક યુવાને પોતાની લગ્નની કંકોત્રીમાં 'બટોંગે તો કટોંગે' સુત્ર છપાવીને અનોખો પ્રચાર કર્યો છે. આ કંકોત્રી હાલમાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું 'બટોંગે તો કટોંગે' નું સૂત્ર હવે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં, ઉત્તરપ્રદેશમાં જે 9 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે તેના પર ભાજપ દ્વારા આ જ નારા લગાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ગુજરાતમાં ભાવનગરમાં ભાજપના એક કાર્યકરને તેના ભાઈના લગ્નના કાર્ડ પર સીએમ યોગીએ આપેલું આ સ્લૉગન છપાયું છે.