Gram Panchayat Election 2025 : 15 જૂન પહેલા યોજાઇ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી, સૌથી મોટા સમાચાર
Gram Panchayat Election 2025 : 15 જૂન પહેલા યોજાઇ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી, સૌથી મોટા સમાચાર
ગુજરાતમાં કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી. રાજ્યની 8400 જેટલી ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી. આવતીકાલે પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ થશે . 8 મે સુધીમાં મતદાર યાદીને લઈ વાંધા - દાવા રજૂ કરાશે ય 16મી મેએ અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે ય રાજ્યની ગ્રામપંચાયતોમાં વહીવટદાર રાજનો આવશે અંત. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ કલેક્ટરોને અપાયો આદેશ. વોર્ડ મુજબની ફોટા સાથેની મતદારયાદી તૈયાર કરવા આદેશ.
રાજ્ય ચૂંટણી પંચે તમામ કલેક્ટરને આ મામલે આદેશ પણ આપી દીધા છે. જ્યારે બોર્ડ મુજબના ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવા માટે આદેશ અપાયા છે. 15 જૂન એટલે કે સરકારી ચોપડે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા ગુજરાત ગુજરાતમાં અટકી પડેલી લગભગ 8400 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે, એ મુજબની હાલ જે પ્રક્રિયા થઈ રહી છે. એના ઉપરથી માહિતી મળી રહી છે 10 થી 12 દિવસ પહેલા તમામ ગ્રામ પંચાયતોની અંદર જે રોટેશન પદ્ધતિ હોય છે અનામત બેઠકો માટેની સરપંચ પદ માટે હોય કે ઉપસરપંચ પદ માટે હોય તે રોટેશન જાહેર કરવામાં આવ્યા હતા એક બાદ એક જિલ્લાની અંદર કારણ એ હતું કે જે ઓબીસી અનામતને લઈ અને ગૂચવાડો થયો હતો તેનું સોલ્યુશન આવતા ત્યારબાદ તમામ કલેક્ટરે એના જિલ્લાની અંદર આવતી આ ગ્રામ પંચાયતોના પદનું રોટેશન જાહેર કર્યું હતું.



















