Ambalal Patel Predication : ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Predication : ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat winter monsoon: ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે, જે મુજબ આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા) નો માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી માવઠું પડવાની સંભાવના છે, જ્યારે સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી માં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, ઓક્ટોબર 25 થી આ કમોસમી વરસાદની તીવ્રતા વધશે, જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને અસર કરશે. બંગાળની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના સંયુક્ત પ્રભાવને કારણે આ વરસાદી માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ના મતે, અરબસાગરમાં ઉભી થયેલી સિસ્ટમથી ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે.
રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ પણ આ વરસાદી સિસ્ટમ અંગે ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે, ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. અરબસાગરમાં ઉભી થયેલી સિસ્ટમને કારણે કમોસમી વરસાદનું આગમન થશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ:
- ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે.
- સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો અતિભારે વરસાદ ની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
- આ સિવાય કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખાબકશે.
આ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે આ સમયે ખેતરોમાં ઊભો પાક, ખાસ કરીને કપાસ અને મગફળી, તૈયાર થવાના તબક્કામાં હોય છે અને માવઠું તેને ભારે નુકસાન પહોંચાડી શકે છે.





















