(Source: ECI/ABP News/ABP Majha)
Kutch News | કચ્છ સરહદે ડિહાઈડ્રેશનને કારણે 2 જવાનના મોત, જુઓ અહેવાલ
કચ્છની રણ સરહદે પગપાળા પેટ્રોલીંગમાં નીકળેલાં બોર્ડર સિક્યોરીટી ફોર્સના બે જવાનોના ડિહાઈડ્રેશનના કારણે મૃત્યુ નીપજ્યાં છે.શુક્રવારે બપોરે ઘટેલી દુર્ઘટના અંગે ઉચ્ચસ્તરેથી તપાસ કરવા આદેશ અપાયો છે.બિહારના વતની આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિષ્ણુ દેવ (૪૪) અને ઉત્તરાખંડના વતની હેડ કોન્સ્ટેબલ દયાલ રામ (૪૯)ને ગંભીર હાલતમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયાં હતા પરંતુ તબીબે બેઉને સારવાર પૂર્વે મૃત જાહેર કર્યાં હતાં.બોર્ડર સિક્યોરીટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અમિત કુમારે એબીપી અસ્મિતાને ટેલીફોનીક માહિતી આપતા જણાવ્યું કે ખાવડા નજીક આવેલા બોર્ડર પીલર નંબર ૧૧૪૫ પાસે આ બનાવ બન્યો હતો. ડેપ્યુટી કમાન્ડન્ટ વિષ્ણુ દેવની રાહબરી હેઠળ શુક્રવારે પરોઢે પાંચ વાગ્યે દયાલ રામ સહિતના કુલ પાંચ જણની ટીમ ફૂટ પેટ્રોલીંગમાં નીકળી હતી.બનાવ અંગે બપોરે એક દોઢ વાગ્યે જાણ થયાં બાદ તુરંત પાણીના જથ્થા, ઓઆરએસ અને દવાઓ વગેરેના પૂરક સામાન સાથે એક ટીમ મોકલાઈ હતી અને ત્રણેને ખાવડા સીએચસી- લવાયાં હતાં. પરંતુ, તબીબે બેને મૃત જાહેર કર્યાં હતાં જ્યારે ત્રીજા જવાનનો જીવ બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છની રણ અને ક્રીકયુક્ત સમુદ્રી સરહદ ખૂબ પડકારજનક છે. ભૂતકાળમાં ક્રીકના કળણમાં ગરક થઈ જવાથી પણ જવાનોના મૃત્યુ નીપજેલાં છે..હાલ સહિદ જવાનોના ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં પીએમ કરી અને બીએસએફ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવતી હોય તે કરી પછી બને શહિદ જવાનોને તેમના વતન લઈ જવામાં આવશે.. બીએસએફ જવાનો શહીદ થયાના સમચાર કચ્છમાં લોકો સુંધી પહોંચતા કચ્છના લોકોએ પણ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી....