Dehradun Cloudburst: દહેરાદૂનમાં વાદળ ફાટતા 50થી વધુ ગુજરાતી પ્રવાસી અટવાયા
ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટતા 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા
ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટતા 50થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા. કુદરતી આફતને કારણે પહાડો પરથી માટી ધસી છે..જેથી રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગુજરાતના એક પ્રવાસી મૌલિક જાનીએ વીડિયો અપલોટ કરી માહિતી આપી કે રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ અને મસૂરી તરફના દેહરાદૂન જતાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. માટી ધસી પડવાને કારણે વાહનોની અવરજવર થંભી ગઈ છે. જે પ્રવાસીઓએ ટેક્સી બુક કરાવી હતી. તેમને પણ રસ્તામાં જ અટકાવી દેવાયા. લોકોને 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડ્યું..જો કે કેટલાક સ્થળોએ સ્થાનિક લોકો JCBની મદદથી કાટમાળ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતી પ્રવાસીઓએ તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે.





















