Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ, રાજકોટ સહિતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો છે. કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. જેથી ગરમીથી રાહત મળશે અને પવનની દિશા અને ગતિ બદવાશે આ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે 5 મે બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે.
ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે હવામાન અંગે રાહત આપતી આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, 5થી 8 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને પંચમહાલ, પૂર્વ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



















