(Source: Poll of Polls)
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, ભરશિયાળે ચોમાસાની અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ ગુજરાતમાં નવેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ વરસી શકે છે. અરબસાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરના પહેલા સપ્તાહમાં વરસાદ વરસી શકે છે. અરબ સાગરની સિસ્ટમ જો વધુ મજબૂત બનશે તો ફરી એકવાર ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે તો કચ્છ-મધ્ય ગુજરાત-ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
જો કે ચોમાસા બાદનો વરસાદ ખેતીના પાક માટે સારો નથી. જેથી આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. ઉલ્લેખનિય છે કે, હાલ મગફળી, કપાસ, કઠોળનો પાક લણણી માટે તૈયાર થઇ ગયો હોય છે. ત્યારે આ સમયે વરસાદ તૈયાર થયેલા ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે. વરસાદથી પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.



















