Chinese pneumonia outbreak | ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ ગુજરાત સરકાર સતર્ક, શું આપી સૂચના?
Chinese pneumonia outbreak | ચીનમાં નવી ઊભી થયેલી બીમારી સંદર્ભે રાજ્યનો આરોગ્ય વિભાગ આવ્યો હરકતમાં. ગુજરાતના આરોગ્ય કમિશનરે પરિપત્ર જાહેર કરી રાજ્યમાં સાવચેતી રાખવા કર્યા આદેશ. તમામ જિલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરના આરોગ્ય અધિકારી અને સિવિલ હોસ્પિટલના વડાઓને લખ્યો પત્ર. ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યૂમોનિયા SARS - CoV - 2 જેવા રોગોથી સાવચેત રહેવા સૂચના અપાઇ. ચીનમાં બાળકોમાં આ પ્રકારની શ્વશનની બીમારી જેવા રોગો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં સ્ટાફ, બેડ દવાઓ અને ટેસ્તિંગની ઉપલબ્ધતા ચકાસી રિપોર્ટ કરવા કરાયા આદેશ. હોસ્પિટલમાં રહેલા ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અને કાર્યક્ષમ કરીને રિપોર્ટ કરવા આદેશ. વેન્ટિલેટર, પિપિઈ કીટ અને એન્ટીવાયરલ દવાઓ પૂરતા પ્રમાણમાં રાખવા આદેશ કરાયા. આઇસોલેશન વોર્ડ તાત્કાલિક શરૂ કરી શકાય તેવી તૈયારી રાખવા પણ પત્રમાં ઉલ્લેખ કરાયો.