Dahod Murder Case | નરાધમ આચાર્યએ કાંડ કર્યા પછી સાક્ષીઓને મોઢુ બંધ રાખવા ધમકાવ્યા, મોટો ખુલાસો
દાહોદમાં 6 વર્ષીય વિદ્યાર્થિનીની હત્યા કરનારા શાળાના જ નરાધમ આચાર્ય પર કસાયો સકંજો. દાહોદ પોલીસે રેકોર્ડ બ્રેક 12 દિવસમાં જ લીમખેડા કોર્ટમાં દાખલ કરી ચાર્જ શીટ. એક હજાર 700 પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓને તપાસાયા.
દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય, તેવી મજબુત ચાર્જશીટ રેકર્ડઝ બ્રેક ૧૨ દિવસમાં દાખલ કરી છે. જેમાં કુલ ૧૭૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને ૧૫૦ જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુક કરવામાં આવી છે, તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ છે.
મંત્રીએ કહ્યુ કે, ચાર્જશીટમાં Digital evidence, Forensic DNA analysis, Forensic Biological analysis નો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય, તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાય છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, Forensic psychological drone crime scene profiling and forensic statement analysis પણ આ કેસમાં કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત આ બનાવ કેવી રીતે બન્યો તે રસ્તાનો વીડીયો લેવડાવી, વીડીયો તેમજ તમામ સાહેદોના નિવેદનનો અભ્યાસ કરીને ગુનો કેવી રીતે આચરેલ છે, તેનો સાયક્લોજીકલ અભિપ્રાય છે.