શોધખોળ કરો
સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી રાજ્યમાં આ ચાર મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય
દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાની સ્થિતિને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલા ભર્યા છે. વિજય રુપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9 થી સવારે 6 સુધી નાઈટ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ


















