Gujarat Rains Forecast: રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી.. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.. આજે રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે પાંચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આજે રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે.. ચાર વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઈંચ, જ્યારે લાખણી, અમીરગઢ, પાલનપુરમાં સવા બે ઈંચથી અઢી ઈંચ વરસાદ વરસ્યો.. જ્યારે મોરબી, દાંતીવાડા, કલ્યાણપુરમાં, વડગામ, રાધનપુર, ભાભરમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો.. હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.. આવતીકાલે કચ્છ, મોરબી અને જામનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.




















