બોટાદમાં શરુ કરાઈ RT-PCR ટેસ્ટ લેબ, હવે અન્ય જિલ્લામાં નહીં મોકલવા પડે સેમ્પલ
બોટાદ ની સોનાવાલા હોસ્પિટલ ખાતે લેબ શરૂ કરવામાં આવી જે લેબ આજે સૌરભ પટેલ હસ્તે ખુલી મુકવામાં આવી. બોટાદ જિલ્લામાં હાલ વધતા જતા કોરોના ના સંક્રમણ માં પી.એચ.સી. અને સી.એચ.સી. કેન્દ્રો પર આર.ટી.પી.સી.આર. નું ટેસ્ટિંગ તો કરવામાં આવતું હતું પણ જિલ્લા માં લેબ ની વ્યવસ્થા ન હોવા ના કારણે ભાવનગર કે અન્ય જગ્યા પર દર્દી ઓના આર.ટી.પી.સી.આર. ટેસ્ટિંગ બાદ રિપોર્ટ માટે સેમ્પલ ભાવનગર કે અન્ય જિલ્લા માં લેબ હોય ત્યાં મોકલવા પડતા જેના કારણે રિપોર્ટ આવવામાં થોડો સમય લાગતો હતો. પહેલાની જેમ હવે રાહ નહિ જોવી પડે અને લોકોને એ જ દિવસે અથવા બીજા દિવસે રિપોર્ટ મળી શકશે. જે ના કારણે તે મુજબ દર્દી પોતાની સારવાર લઈ શકશે.





















